Uncategorizedગુજરાતદેશ
‘મહાભારત’ ફેમ પંકજ ધીરનું 68 વર્ષે કેન્સરથી અવસાન

‘મહાભારત’ ફેમ પંકજ ધીરનું 68 વર્ષે કેન્સરથી અવસાન:કર્ણનો આઇકોનિક રોલ ભજવ્યો હતો, ‘અર્જુન’એ કહ્યું- મેં ખૂબ જ સારો મિત્ર ગુમાવ્યો છે
‘મહાભારત’માં કર્ણની ભૂમિકાથી ઘર-ઘરમાં જાણીતા બનેલા એક્ટર પંકજ ધીરનું 68 વર્ષની વયે કેન્સરને કારણે અવસાન થયું છે. ‘મહાભારત’માં અર્જુનની ભૂમિકા ભજવનાર એક્ટર ફિરોઝ ખાને આ સમાચારની પુષ્ટિ કરી છે. પંકજ ધીરનું બુધવારે (15 ઓક્ટોબર) સવારે 11:30 વાગ્યે અવસાન થયું હતું. સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો અને સેલિબ્રિટીઓ ભારે હૈયે એક્ટરને શ્રદ્ધાંજલિ આપી છે.
‘મહાભારત’ ફેમ પંકજ ધીરનું 68 વર્ષે કેન્સરથી અવસાન સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજને કેન્સર હતું અને શરૂઆતમાં તેઓ આ જંગ જીતી ગયા હતા, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓમાં કેન્સરે પાછો ઊથલો માર્યો હતો. એક્ટરની હાલત ખૂબ જ નાજુક હતી. આ બીમારીને કારણે એક ક્રિટિકલ સર્જરી પણ થઈ, પરંતુ એ પંકજને જીવનદાન આપી શકી નહીં.





