
VADODARA SAMACHAR NEWS CHANNEL
વડોદરા શહેરના છેવાડે આવેલા વિશ્વવિખ્યાત ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયા કપલની વિવાદાસ્પદ રીલ સામે આવી છે. કપલે જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ શરૂ થયો છે. માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરત્રિના માહોલમાં કપલની શરમજનક હરકતથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જોકે આ રીલ કપલે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે બનાવ્યો હોવાનું પણ ચર્ચા છે. આ વીડિયો વર્ષ 2025ની નવરાત્રીનો હોવાનું સામે આવ્યું છે.
વડોદરાના જાણીતા ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમવા આવેલા એક યુવક-યુવતીએ જાહેરમાં અત્યંત બિભત્સ વર્તન કર્યું હતું. આ કપલે માત્ર જાહેરમાં ગરબાના માહોલની પવિત્રતાનો ભંગ જ ન કર્યો, પરંતુ તેમની આ શરમજનક હરકતોનો એક વીડિયો કે ‘રીલ’ પણ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. આ રીલમાં કપલ જાહેરમાં એકબીજાને ચુંબન કરતા અને અયોગ્ય વર્તન કરતા જોવા મળ્યા હતા. ગુજરાતના સૌથી પ્રતિષ્ઠિત અને પરિવારલક્ષી ગરબા આયોજનમાં આ પ્રકારનું વર્તન જોઈને ગરબાના અન્ય ખેલૈયાઓ અને સોશિયલ મીડિયા યુઝર્સમાં ભારે રોષ ફેલાયો છે.
આ બિભત્સ રીલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયુવેગે પ્રસરતા લોકોએ આ કૃત્યની સખત નિંદા કરી છે. વડોદરાના લોકો અને ગુજરાતની સંસ્કૃતિને ચાહનારાઓએ એક જ સવાલ ઊભો કર્યો છે કે, માતાજીના મંડપમાં, ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારના પવિત્ર વાતાવરણમાં, આ પ્રકારની શરમજનક હરકત કેમ કરવામાં આવી? અન્ય ખેલૈયાઓ, જેઓ માત્ર માતાજીની આરાધના અને પરંપરાગત ગરબા રમવા માટે આવ્યા હતા, તેઓએ પણ આ કપલના વર્તન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે, આ પ્રકારના કૃત્યથી નવરાત્રિની ‘પવિત્રતાને ભંગ’ કરવામાં આવી છે અને સમગ્ર તહેવારના માહોલને લાંછન લાગ્યું છે.




