દેશ

BREAKING NEWS :- હાર્દિક પટેલ હાજર ન થતાં કોર્ટનું બે દિવસમાં બીજું વોરંટ

હાર્દિક પટેલ હાજર ન થતાં કોર્ટનું બે દિવસમાં બીજું વોરંટ:પાટીદાર અનામત આંદોલનના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વિરમગામ ધારાસભ્ય સામે ફરી ધરપકડ વોરંટ ઇસ્યૂ કર્યું.

 

વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન સમયે નિકોલ પોલીસ સ્ટેશને પાટીદાર નેતા અને વર્તમાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના આરોપીઓ સામે IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. જે સંદર્ભનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ થયો હતો. જેમાં કેસ અત્યારે આરોપી ઉપર ચાર્જ ફ્રેમના સ્ટેજ ઉપર છે, પરંતુ આરોપી હાજર ન રહેતા વર્તમાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે કોર્ટે 10 સપ્ટેમ્બરે બુધવારે પહેલું ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. જોકે, હાર્દિક પટેલ છતાં હજાર ન થતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આજે એટલે કે 12 સપ્ટેમ્બરે શુક્રવારે બીજું ધરપકડ વોરંટ જાહેર કર્યું છે.

પાટીદાર નેતાઓએ નિકોલમાં રેલી કાઢી હતી ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર નેતાઓ પાટીદારને અનામત આપવાની માગણી અને ખેડૂતોના દેવા માફીની માગણી સાથે નિકોલમાં પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. જેમાં ફરિયાદ મુજબ આરોપીઓએ પરવાનગી વિના, પૂર્વ આયોજિત કાવતરૂં કરીને રેલી કાઢીને નિકોલના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે પ્રતિક ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું.

આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી. તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!