દેશ

વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમા નકલી પોલીસ બની પૈસા પડાવતા 5 શખસોની ધરપકડ

વાડી પોલીસ સ્ટેશન ખાતે મહમદ ઉવેશ ઇસ્લામુદિન મલેક સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામાં તેઓ તથા તેઓના મિત્ર દેવ ઠક્કર અને મોઇન દીવાન ગોડાઉન પર હતા. ત્યારે આશરે સાંજના પાંચેક વાગ્યે બે અજાણ્યા શખસો ફોર્મલ કપડામાં ગોડાઉન પર આવેલ અને ગોડાઉનમાં પડેલ ઇલેક્ટ્રોનીક્સનો ભંગાર જોવા લાગેલા અને કહેવા લાગેલ કે, આ ચોરીનો માલ છે અને જી.એસ.ટી.નું બીલ તથા માલનુ બીલ માંગ્યુ હતું. જેથી તેઓએ મારો ધંધો 5 લાખથી વધારે નથી, જેથી જી.એસ.ટી.નું બીલ નથી.

પ્રેસમાં છુ કહી સામાનનો વીડિયો ઉતારવા લાગ્યા ત્યારબાદ શખસોએ ગોડાઉનમા પડેલ માઉસ, કી-બોર્ડ, લોખંડ, પ્લાસ્ટીક, સર્કીટ તેમજ અન્ય સામગ્રીના વીડિયો ઉતારવા લાગ્યા હતા . જેથી ફરીયાદીએ તમે કોણ છો? જી.એસ.ટી.ના અધિકારી છો? તો અજાણ્યા શખસોએ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી કોઇને ફોન કરેલ અને થોડીવારમાં ત્રીજો વ્યક્તિ કેમેરો, બેગ તથા એક માઈક લઈને આવેલ અને તેણે પ્રેસમાં છુ તેમ જણાવી અને ગોડાઉનમા પડેલ સામાનનો વીડિયો ઉતારવા લાગ્યા હતા.

બાદમાં પહેલા આવેલ બંને શખસો ગંદી ગાળો બોલી ચોરીનો સામાન છે તને ગુનામાં ફીટ કરી દઈશ અને 5 લાખ રૂપિયા તો આપવા જ પડશે નહિં તો ગુનામાં ફિટ સમજી લેજે અને પ્રેસમાં આવશે તે અલગ એવી ધમકી આપી ફરિયાદ પાસેથી રૂપિયા 60 હજાર પડાવી લીધા હતા. બાદમાં આ સાહેબ નવા આવ્યા છે અને કડક સ્વભાવના છે તેમ કહી ફરી ફરિયાદી પાસેથી 50 હજાર પડાવી લીધા હતા. તમામ તપાસના અંતે પાંચ આરોપીઓને પોલીસે ઝડપી મુદ્દામાલ રિકવર કર્યો છે.

પકડાયેલ આરોપી

  • મોઇન આશીફસા દિવાન ઉ.વ.23 ધંધો – નોકરી હાલ રહે, સી/ 505 ફાતીમા હાઇટ્સ સોસાયટી, તાંદલજા, વડોદરા મુળ રહે, સદ્દામ બરફ વાલાની બાજુમા કુંભારવાડા બાવામાનપુરા પાણીગેટ વડોદરા
  • પોલીસ તરીકે ઓળખ આપનાર (સનસની ક્રાઈમ ન્યુઝના કહેવાતા તંત્રી) – દિનેશભાઈ નથુરાવ હીરે ઉ.વ. 35 રહે. 54, ચામુંડાનગર- 2, સયાજી પાર્કની બાજુમા આજવા રોડ, વડોદરા શહેર
  • સનસની ક્રાઈમ ન્યુઝના કહેવાતા સહ તંત્રી- સલીમ સીદીકભાઇ શેખ ઉ.વ. 44 રહે.58, સંગમ ક્વાટર્સ એકતા નગર પોલીસ ચોકીની સામે આજવા રોડ વડોદરા શહેર
  • પોલીસ અધીકારી તરીકે ઓળખ આપનાર – તજ્જમુલઅલી ઉર્ફે લાલુ આરિફઅલી સૈયદ ઉ.વ. 24 ધંધો-છુટક મજૂરી રહે.34 , તબ્બસુમ પાર્ક, તાંદલજા રોડ, વડોદરા શહેર.
  • પોલીસ અધીકારી તરીકે ઓળખ આપનાર – હર્ષદભાઈ લીંબાભાઈ ગોહીલ ઉ.વ.63 ધંધો -નિવ્રુત પોલીસ કર્મચારી રહે. એ-75, વૈકુંઠધામ સોસાયટી, મકરપુરા એરફોર્સની બાજુમાં, મકરપુરા, વડોદરા શહેર.

આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ

  • રોકડા – 90,500/-
  • એક બાઇક – 30,000/-
  • એક રિક્ષા – 1,20,000/-
  • કુલ 2,40,500/- નો મુદ્દામાલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!