સૂર્યા એન્ડ કંપનીએ પાકિસ્તાની ટીમને ભાવ પણ ન આપ્યો
સૂર્યા એન્ડ કંપનીએ પાકિસ્તાની ટીમને ભાવ પણ ન આપ્યો:મેચ જીત્યા પછી હાથ મિલાવ્યા નહીં, ભારતના કેપ્ટને જીત ભારતીય સેનાને સમર્પિત કરી; IND-PAK મેચ મોમેન્ટ્સ

એશિયા કપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે આ જીત ભારતીય સેનાને સમર્પિત કરી. સૂર્યા અને ટીમ ઈન્ડિયાનો સંદેશ સ્પષ્ટ હતો કે આ જીત દેશના સૈનિકોના સન્માન માટે છે. પહેલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદ થયેલા ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો સામસામે આવી.
ખાસ વાત એ હતી કે મેચ જીત્યા પછી, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. અગાઉ, ટૉસ દરમિયાન પણ, સૂર્યાએ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ટૉસ દરમિયાન અને મેચ પછી હરીફ ખેલાડીઓ વચ્ચે હાથ મિલાવ્યાને શિષ્ટાચાર માનવામાં આવે છે. તેનો અર્થ એકબીજા પ્રત્યે આદરપૂર્ણ વર્તન થાય છે. ભારતીય ટીમે સંદેશ આપ્યો છે કે એશિયા કપમાં રમવું એ આ ટુર્નામેન્ટ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા છે, પરંતુ તેનો પાકિસ્તાની ખેલાડીઓ પ્રત્યે શિષ્ટાચાર બતાવવાનો કોઈ ઇરાદો નથી.
ભારતે રમતમાં કોઈ સૌજન્ય દાખવ્યું નહીં અને પાકિસ્તાનને એકતરફી રીતે હરાવ્યું.





